હે પ્રભુ!

ભલે યોગ થાય કે વિયોગ
હું તારો રાહ નય મેલું
ભલે જોર આવે કે ચોર
હું તારો રાહ નય મેલું
ભલે મજા આવે કે સજા
હું તારો રાહ નય મેલું
ભલે દુર્ગંધ આવે કે સુંગધ
હું તારો રાહ નય મેલું
ભલે કાળ આવે કે મોટું ઝાડ
હું તારો રાહ નય મેલું.

Advertisements

પાંખો વિનાનું પંખી

નથી ફુલ કે નથી કાંટા કોઈ સુંગધ જ નથી

દુર્ગધ ક્યાંથી હોય
નથી દૂશમન કે નથી દોસ્ત કોઈ સમજનાર જ નથી
સમજણ ક્યાંથી હોય
નથી દુર કે નથી નજીક કોઈ અંતર જ નથી
નિકટતા ક્યાંથી હોય
નથી દેતવા કે નથી બરફ કોઈ વેદના જ નથી
ચિંતા ક્યાંથી હોય
નથી આશા કે નથી નિરાશા કોઈ પીડા જ નથી
દવા ક્યાંથી હોય